Back to Blog

AI અને જ્ઞાન વારસો: ભય નહીં, વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી

AI અને જ્ઞાન વારસો: ભય નહીં, વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી
AI ખરાબ નથી, તેનો ખોટો ઉપયોગ ખરાબ છે.

હાલમાં “Project Panama” ને લઈને જે ચર્ચા ચાલી રહી છે, તેમાં પુસ્તકોને ખરીદી, destructive scanning કરીને digital copy બનાવ્યા બાદ physical પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. આ ચોક્કસપણે ચિંતાજનક છે, ખાસ કરીને જ્યારે વાત દુર્લભ અને ઐતિહાસિક જ્ઞાનની હોય.

પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે: હાલમાં જાહેર થયેલા અહેવાલો અને કોર્ટ સંબંધિત દસ્તાવેજો પ્રમાણે, આ પ્રક્રિયામાં મુખ્યત્વે અમેરિકા અને યુરોપના પુસ્તક બજારમાંથી ઉપલબ્ધ physical books મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં Anthropic દ્વારા મોટી સંખ્યામાં પુસ્તકો ખરીદવા, તેને સ્કેન કરીને digital copies બનાવવાની અને ત્યારબાદ physical copiesનો નાશ કરવાની યોજના તથા કેટલીક કામગીરીનો ઉલ્લેખ છે. હાલમાં જાહેર થયેલા કોર્ટ દસ્તાવેજો અને અહેવાલોમાં ભારતના જૈન જ્ઞાનભંડારોમાંથી ગ્રંથો ખરીદી અને નષ્ટ કરવામાં આવ્યા હોવાનો કોઈ પુરાવો સામે આવ્યો નથી.

આથી એવું કહેવું કે: “Project Panamaના કારણે ભારતના જૈન જ્ઞાનભંડારોના ગ્રંથોનો નાશ થઈ રહ્યો છે” — હાલની ઉપલબ્ધ માહિતીના આધારે યોગ્ય નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે આ ઘટનામાંથી આપણે કોઈ શીખ લેવાની જરૂર નથી.

આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન જરૂર પૂછે છે: ભવિષ્યમાં જો AI માટે વિશાળ પ્રમાણમાં દુર્લભ અને અપ્રાપ્ય જ્ઞાનસામગ્રીની માંગ ઊભી થાય, તો આપણા પ્રાચીન જ્ઞાન વારસાનું સંરક્ષણ કેવી રીતે કરીશું?

આનો જવાબ AIથી દૂર રહેવામાં નથી. આજે પણ પ્રાચીન ગ્રંથ અથવા હસ્તપ્રતનું મૂળ સ્વરૂપ સંપૂર્ણ સુરક્ષિત રાખીને તેનું પ્રમાણભૂત ડિજિટલ સંરક્ષણ કરવામાં આવે છે, તો AIની મદદથી તે જ્ઞાનને:

  • શોધી શકાય
  • વિવિધ ભાષાઓમાં સમજાવી શકાય
  • વિષયવાર ગોઠવી શકાય
  • સંદર્ભ સાથે મેળવી શકાય
  • નવી પેઢી સુધી પહોંચાડી શકાય
  • અને મૂળ ગ્રંથ સાથે તુલના કરીને તેની પ્રામાણિકતા ચકાસી શકાય.

આ પ્રકારનો AIનો સકારાત્મક ઉપયોગ કોઈ ભવિષ્યની કલ્પના નથી. આજે પણ ઘણી જૈન / અજૈન સંસ્થાઓ, જ્ઞાનભંડારો અને સંશોધન સંસ્થાઓ AI તથા આધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનના સંરક્ષણ અને પ્રસાર માટે કરી રહી છે.

પ્રાચીન ગ્રંથોનું સ્કેનિંગ કરીને ડિજિટલ સ્વરૂપમાં સચવવા, OCR દ્વારા તેને શોધી શકાય તેવા લખાણમાં રૂપાંતરિત કરવા, વિવિધ ભાષાઓમાં ભાષાંતર કરવા, વિશાળ ગ્રંથસંગ્રહમાંથી જરૂરી સંદર્ભો શોધવા, ગ્રંથોના પરસ્પર સંદર્ભો અને સામગ્રીની તુલના કરવા, સારાંશ તૈયાર કરવા તથા સંશોધન કાર્યને ઝડપી બનાવવા AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

સાચું Digital Preservation એટલે શું ?

કોઈ પ્રાચીન ગ્રંથને માત્ર scan કરીને અથવા તેનું text OCR કરીને digital બનાવી દેવાથી તેનું સંપૂર્ણ સંરક્ષણ થઈ જતું નથી. જ્ઞાનના સાચા ડિજિટલ સાચવણી (digital preservation) માટે ઓછામાં ઓછા ત્રણ સ્તરો મહત્વપૂર્ણ છે:

1. Image Level

મૂળ ગ્રંથના પાનાની high quality digital image, જેથી ભવિષ્યમાં મૂળ લખાણ, લિપિ, પાનાની રચના અને અન્ય દૃશ્ય વિગતો ફરી તપાસી શકાય.

2. Text Level

તે જ ગ્રંથનું શક્ય તેટલું ચોક્કસ OCR / transcribed text, જેથી તેને search, research, comparison અને AI દ્વારા ઉપયોગ કરી શકાય.

3. Metadata Level

ગ્રંથનું નામ, લેખક, રચનાકાળ, આવૃત્તિ, સ્થાન, manuscript details, પાનાંની સંખ્યા, ભાષા, લિપિ, source અને અન્ય bibliographic તથા provenance માહિતી. આ પ્રોસેસમાં પણ AI ઉપયોગી થઈ શકે છે.

આ ત્રણેય સ્તરો authenticity સાથે સાચવવામાં આવે ત્યારે જ digital preservation ખરેખર મજબૂત બને છે. • Image મૂળ સ્વરૂપને સાચવે છે. • Text/OCR જ્ઞાનને શોધી શકાય તેવું બનાવે છે. • Metadata જ્ઞાનની ઓળખ અને પ્રામાણિકતા સાચવે છે.

આથી આપણા જૈન જ્ઞાન વારસાના સંરક્ષણ માટે માત્ર “AIમાં data નાખવો” પૂરતો નથી. આપણે authentic, traceable અને securely preserved digital knowledge infrastructure ઊભું કરવું જરૂરી છે.

આ પ્રક્રિયામાં વિવિધ વિદ્વાનો, પંડિતો, સંશોધકો અને જ્ઞાનસાધકો જોડાયેલ છે અને આવા કાર્યો આગળ ધપાવી રહ્યા છે. પરિણામે જે કાર્ય માટે અગાઉ કલાકો કે દિવસોનો સમય લાગતો હતો, તેમાં નોંધપાત્ર સમયની બચત થઈ રહી છે અને દુર્લભ જ્ઞાન વધુ ઝડપથી અને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે.

અર્થાત્, એક જ ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાનના નાશ માટે પણ થઈ શકે અને જ્ઞાનના સંરક્ષણ, સંવર્ધન તથા પ્રસાર માટે પણ થઈ શકે. કોઈ સંસ્થા કે વ્યક્તિ AIનો ખોટો ઉપયોગ કરે એટલે આખી AI technology ખરાબ નથી બની જતી. AI એક powerful tool છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે.

એક જ AI નો ઉપયોગ કોઈ જ્ઞાનનો નાશ કરવા માટે કરી શકે છે, તો એ જ AIનો ઉપયોગ કોઈ પ્રાચીન ગ્રંથને digitize, preserve, search, translate, understand અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે પણ થઈ શકે છે. એટલે પ્રશ્ન એ નથી કે “AI સારું છે કે ખરાબ?” પ્રશ્ન એ છે કે આપણે AIનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? “AIનો ઉપયોગ પુસ્તકને નષ્ટ કરવા માટે થશે કે પુસ્તકને વધુ લોકો સુધી પહોંચાડવા માટે?

સમજદારીથી વાપરો તો AI આપણું સૌથી શક્તિશાળી સાધન બની શકે છે. AIથી ડરવાની જરૂર નથી. AIને યોગ્ય દિશા આપવાની જરૂર છે.

એક જૈન ગ્રંથ માટે ડિજિટલ સંરક્ષણ પ્રક્રિયા

મૂળ સ્વરૂપને કોઈ નુકસાન વગર જ્ઞાનભંડારોમાં સાચવવું
વ્યવસ્થિત કેટલોગિંગ (Cataloging)
ઉચ્ચ ગુણવત્તાવાળું ડિજિટાઇઝેશન (Digitization)
સર્ચ / શોધી શકાય તેવું (Searchable Text / OCR)
ડિજિટલ સ્વરૂપને સુરક્ષિત AI સાથે જોડવું
વધુમાં વધુ જિજ્ઞાસુઓને મૂળ જ્ઞાન સુધી પહોંચાડવું

આ રીતે AI પુસ્તકનો વિકલ્પ (replacement) નથી બનતું. AI પુસ્તક સુધી પહોંચવાનો રસ્તો બને છે.

નવી પેઢી અને AI દ્વારા જ્ઞાન પુનરુત્થાન

અત્યારે મોટા ભાગનો યુવાવર્ગ ખાસ કોઈ જૈન ગ્રંથ વાંચતાં નથી એમ દેખાય છે, તેમાં ક્યારેક ભાષાનું બંધન છે તો ક્યારેક સમયનો અભાવ છે. પણ આજની યુવાપેઢી ઘણા જવાબો તો શોધી રહી છે. એ તે આજે AIને પ્રશ્ન પૂછે. AI તેને જવાબ આપે, source બતાવે અને કહે: “વધુ માહિતી માટે મૂળ ગ્રંથ વાંચો.”

એક પ્રશ્નથી શરૂઆત થાય. પ્રશ્નમાંથી જિજ્ઞાસા જન્મે. જિજ્ઞાસાથી અભ્યાસ થાય. અભ્યાસથી જ્ઞાન જીવંત રહે. આ છે AI દ્વારા જ્ઞાન પુનર્જાગરણ / જ્ઞાન પુનરુત્થાન (Knowledge Revival) અહીં AI આપણો માલિક નહીં, આપણો સેવક બનવો જોઈએ. 🙏

ભવિષ્યમાં Authentic Jain Knowledgeનું પ્રમાણભૂત સ્તર

આપણે એક વધુ દૂરંદેશી વિચાર કરવો જરૂરી છે. આપણા પ્રાચીન જૈન ગ્રંથો જ્યારે digital સ્વરૂપે ઉપલબ્ધ થશે ત્યારે વિશ્વભરમાં અનેક websites, databases, AI models અને અન્ય platforms પર તેના અલગ અલગ versions, OCRs, translations અને interpretations જોવા મળશે. આ પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થશે: “સાચો અને પ્રમાણભૂત ગ્રંથ કયો?” આ માટે જૈન સમાજે સમયસર authentic digital source of truth ઊભું કરવું જરૂરી છે.

એવું પ્રમાણભૂત digital record, જેમાં શક્ય હોય ત્યાં:

  • મૂળ ગ્રંથની authentic image
  • verified text
  • પ્રમાણભૂત metadata
  • source અને provenance
  • edition / manuscript information
  • scholarly verification
  • અને જરૂરી હોય ત્યાં Authoritative References સાથે ઉપલબ્ધ હોય.

પછી કોઈપણ AI system, research platform અથવા digital service, જૈન જ્ઞાન અંગે કાર્ય કરે ત્યારે તે શક્ય તેટલું આવા પ્રમાણભૂત Source સાથે જોડાઈ શકે. આ રીતે આપણું લક્ષ્ય માત્ર “જ્ઞાનને online મૂકવાનું” નહીં પરંતુ: “જૈન જ્ઞાનનું પ્રમાણભૂત, Authentic અને Traceable Digital Ecosystem ઊભું કરવાનું” હોવું જોઈએ. આ ભવિષ્યમાં misinformation, incorrect OCR, altered texts અને AI દ્વારા થતી અનિચ્છનીય ભૂલો સામે પણ એક મહત્વપૂર્ણ રક્ષણ બની શકે છે.

જિંનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ 🙏

લેખક અને રજૂઆત : નિખિલ બિ. શાહ (શાસન ટેક સંગમ) માર્ગદર્શન : પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરિ મહારાજ સાહેબ